કસુવાવડનું દુઃખ ભોગવી ચુકી છે આ 5 સુંદર હસીનાઓ, એક તો આજીવન નહિ બની શકે માં.

0
297

બોલીવુડની આ એક્ટ્રેસોએ પણ કસુવાવડના દુઃખનો કરવો પડ્યો છે સામનો, જુઓ લિસ્ટમાં કોના કોના નામ છે. એક મહિલા માટે માં બનવું આ દુનિયાનો સૌથી સુંદર અનુભવ હોય છે. જી હાં, માં બનવાનો અને એક સંતાનને જન્મ આપવાનો અનુભવ શબ્દોમાં વર્ણવી શકાય નહિ. એક બાળકને જન્મ આપવો દુનિયાની સૌથી મોટી ખુશી હોય છે, અને તે ભાવુકતાની ક્ષણ હોય છે. તેમજ બીજી તરફ એક મહિલા માટે કસુવાવડ (ગર્ભસ્ત્રાવ) થવી દુનિયાનો સૌથી દુઃખદ અનુભવ છે.

સામાન્ય મહિલાઓની જેમ જ બોલીવુડ એક્ટ્રેસો પણ કસુવાવડ (ગર્ભસ્ત્રાવ) નું દુઃખ સહન કરી ચુકી છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આટલી લક્ઝરી લાઇફસ્ટાઇલ અને ઉત્તમ ડાયટ પછી પણ અભિનેત્રીઓની કસુવાવડ કેવી રીતે થઈ શકે છે? પણ એવું થયું છે, એવામાં આજે અમે આ આર્ટિકલમાં તમને બોલીવુડની તે સુંદરીઓ વિષે જણાવવાના છીએ, જે કસુવાવડનું દુઃખ વેઠી ચુકી છે.

કાજોલ : બોલીવુડની સદાબહાર અભિનેત્રી કાજોલ આ લિસ્ટમાં પહેલા નંબર પર આવે છે. દીકરી ન્યાસાને જન્મ આપતા પહેલા તેમને એક કસુવાવડ થઈ હતી. તેનું કારણ એક્ટ્રોપિક પ્રેગ્નેન્સી જણાવવામાં આવ્યું હતું. પ્રેગ્નેન્સીના લગભગ 6 અઠવાડિયા પછી કાજોલ અને અજય દેવગણને ખબર પડી ગઈ હતી કે એક્ટ્રોપિક પ્રેગ્નેન્સી કાજોલના સ્વાસ્થ્ય માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે. ત્યારબાદ જ કાજોલની કસુવાવડ થઇ.

ગૌરી ખાન – બોલીવુડના કિંગ ઓફ રોમાન્સ એટલે કે શાહરુખ ખાન અને તેમની પત્ની ગૌરી ખાન પણ પોતાનું એક બાળક ગુમાવી ચુક્યા છે. આમ તો હવે ગૌરી અને શાહરુખ 3 બાળકોના માતા-પિતા છે, પણ તેમના મોટા દીકરા આર્યનના જન્મ પહેલા વર્ષ 1997 માં ગૌરીની કસુવાવડ થઈ હતી. આ વાત શાહરુખ પોતે પણ જણાવી ચુક્યા છે. તેમણે એકવાર કહ્યું હતું કે આર્યનના જન્મ પહેલા ગૌરીને કસુવાવડ થઈ હતી.

સાયરા બાનો : વીતેલા જમાનાની પ્રખ્યાત અભિનેત્રી સાયરા બાનોએ વર્ષ 1966 માં પ્રખ્યાત અભિનેતા દિલીપ કુમાર સાથે સાત ફેરા લીધા હતા. તે સમયે સાયરાની ઉંમર ફક્ત 22 વર્ષ હતી. તેમના લગ્નના 6 વર્ષ પછી 1972 માં સાયરા બાનો પહેલી વાર પ્રેગ્નેન્ટ થઈ હતી. જોકે સાયરાના તે બાળકને જીવન નહિ મળી શક્યું, કારણ કે હાઈ બ્લડ પ્રેશરને કારણે આઠમા મહિનામાં જ સાયરાનું બાળક પેટમાં જ મરી ગયું હતુ. જણાવવામાં આવે છે કે, ગર્ભનાળ બાળકના ગળામાં ફસાઈ ગઈ હતી અને ડોક્ટર્સ બાળકનો જીવ નહિ બચાવી શકયા. ત્યારબાદ સાયરા બાનો ક્યારેય માં નહિ બની શકી.

શિલ્પા શેટ્ટી : શિલ્પા શેટ્ટીએ વર્ષ 2010 માં બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા અને તેના 2 વર્ષ પછી તેમણે દીકરા વિયાનને જન્મ આપ્યો હતો. આ દરમિયાન શિલ્પાની એક વાર કસુવાવડ પણ થઈ હતી, જેના વિષે ઘણા ઓછા લોકો જાણે છે. હકીકતમાં લગ્નના ફક્ત એક જ મહિના પછી શિલ્પા પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી, પણ કસુવાવડ થવાને કારણે શિલ્પાએ પોતાનું પહેલું બાળક ગુમાવ્યું હતું. જોકે શિલ્પા હવે બે બાળકોની માં છે. જેમાં તેમનો એક દીકરો વિયાન અને એક દીકરી સમીશા છે. હાલના દિવસોમાં શિલ્પા પોતાના પતિ રાજ કુંદ્રા અને બંને બાળકો સાથે એક ખુશનુમા જીવન જીવી રહી છે.

રશ્મિ દેસાઈ : બોલીવુડ અભિનેત્રીઓની જેમ જ ટીવીની પ્રખ્યાત એક્ટ્રેસ રશ્મિ દેખાઈ પણ કસુવાવડનું દુઃખ સહન કરી ચુકી છે. જણાવી દઈએ કે, તેમણે વર્ષ 2012 માં નંદિશ સિંહ સંધૂ સાથે લગ્ન કર્યા હતા અને લગ્નના થોડા જ મહિનાઓ પછી રશ્મિ પ્રેગનેન્ટ થઈ હતી, પણ તેમની કસુવાવડ થઈ હતી. આ વાતથી રશ્મિ ઘણી દુઃખી થઈ હતી. જણાવવામાં આવે છે કે, રશ્મિ દેસાઈની રડી રડીને ખરાબ હાલત થઈ ગઈ હતી.

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.