એવી 10 ટીવી એક્ટ્રેસ જેમણે પોતાનાથી ઓછી ઉંમરના છોકરાઓ સાથે કર્યા લગ્ન, જાણો તેમના વિષે.

0
366

કોઈ ટીવી એક્ટ્રેસ પોતાના પતિથી 12 તો કોઈ 8 વર્ષ મોટી છે, જુઓ કોણ કોણ છે આ લિસ્ટમાં. જયારે કોઈ પ્રેમમાં પડી જાય છે, તો તેને કાંઈ જ દેખાતું નથી, ન તો ઉંમરનું અંતર અને ન તો કોઈ બંધન. જેમ કે એક ગીત પણ છે ‘ન ઉમ્ર કી સીમા હો, ના જન્મો કા હો બંધન’ આ પંક્તિ તે વાત ઉપર એકદમ ફીટ બેસે છે. પ્રેમમાં ઉંમર, રંગ-રૂપ અને વજન સાથે કોઈ ફરક નથી પડતો અને એ વાતને ઘણી ટીવી અભિનેત્રીઓએ તેનાથી નાની ઉંમરના છોકરાઓ સાથે લગ્ન કરી સાબિત પણ કરી દીધું છે.

આમ તો, ભારતમાં લગ્ન માટે છોકરીની ઉંમર છોકરાની ઉંમરથી હંમેશા નાની જોવા મળે છે, પરંતુ ટીવી સ્ટાર્સે આ ટ્રેંડને પણ બદલી છે. ટીવી ઇન્ડસ્ટ્રીમાં ઘણી એવી અભિનેત્રીઓ છે, જેમણે તેનાથી ઉંમરમાં નાની ઉંમરના છોકરાઓ સાથે લગ્ન કર્યા છે. તો આવો તમને એવી 10 ટીવી અભિનેત્રીઓ વિષે જણાવીએ છીએ.

સુયશ રાય અને કિશ્વર મર્ચેન્ટ : 7 વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા પછી ટીવી સ્ટાર્સ સુયશ રાય અને કિશ્વર મર્ચેન્ટ 16 ડીસેમ્બર 2016ના રોજ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા. કિશ્વર 35 વર્ષની છે, તો સુયશ 27 વર્ષના છે. બંને લોકો વચ્ચે 8 વર્ષનો ગેપ છે, પરંતુ તે ઉંમરનું અંતર માત્ર કહેવા માટે જ છે. કપલ એક સાથે ઘણા સારા લાગે છે, અને ફેંસ પણ આ જોડીને ઘણી પસંદ કરે છે.

કૃષ્ણા અભિષેક અને કશ્મીરા શાહ : ટીવી સ્ટાર કૃષ્ણા અભિષેકની કોમેડીથી તો દરેક પરિચિત છે, પરંતુ તેની સાથે જ કૃષ્ણાનું અંગત જીવન પણ ઘણું વિશેષ છે. વર્ષ 2006માં એક રાત સાથે પસાર કર્યા પછી કૃષ્ણા અને અભિનેત્રી કશ્મીરા શાહે એક બીજાને ડેટ કરવાનું શરુ કરી દીધું હતું. ઘણા વર્ષો સુધી ડેટ કર્યા પછી કપલે વર્ષ 2013માં ગુપ્ત રીતે લગ્ન કરી લીધા. કૃષ્ણાની ઉંમર 33 વર્ષ છે અને કશ્મીરા 45 વર્ષની છે અને બંનેની ઉંમર વચ્ચે 12 વર્ષનું અંતર છે, પરંતુ તે વાતથી કપલને કોઈ ફરક નથી પડતો. કૃષ્ણા અને કશ્મીરાની લવ લાઈફ એકદમ પરફેક્ટ ચાલી રહી છે.

વિવેન ડેસેના અને વાહબીજ દોરાબજી : ટીવી સ્ટાર્સ વિવેન ડીસેના અને વાહબીજ દોરાબજીએ વર્ષ 2013માં લગ્ન કર્યા, અને બંનેની ઉંમરમાં 3 વર્ષનો ગેપ હતો. તેની સાથે જ વિવેન પંજાબી છે તો વાહબીજ પારસી છે. પરંતુ ધર્મ અને ઉંમરથી કપલને કોઈ ફરક નથી પડતો અને બંનેએ પોતાના પ્રેમને લગ્નના બંધનમાં બાંધ્યો. પરંતુ ફેંસને નવાઈ ત્યારે થઇ જયારે લગ્નના 4 વર્ષ પછી જ કપલે અલગ થવાનો નિર્ણય કરી લીધો. વિવેન અને વાહબીજના છૂટાછેડા થઇ ગયા છે, અને હાલમાં બંને અલગ અલગ રહે છે.

ગુરમિત ચોધરી અને દેબીના બનર્જી : ટીવી સીરીયલ ‘રામાયણના રામ અને સીતા તો તમને સારી રીતે યાદ હશે. રામ અને સીતાના પાત્રમાં ટીવી સ્ટાર્સ ગુરમિત ચોધરી અને દેબીના બનર્જીની ઘર ઘરમાં ઓળખાણ ઉભી થઇ હતી. તે સીરીયલના સેટથી જ બંને વચ્ચે પ્રેમ થયો હતો, અને પછી કપલે વર્ષ 2011માં લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. ગુરમિત 32 વર્ષના છે અને દેબીના 33 વર્ષની છે. ભલે બંને વચ્ચે એક વર્ષનું અંતર છે, પરંતુ કપલના પ્રેમની આગળ ઉંમરનું કાંઈ મહત્વ નથી રહેતું. બંને એક બીજાને ઘણો પ્રેમ કરે છે, અને એક બીજાના બનીને ઘણા ખુશ છે.

અર્જુન પુંજ અને ગુરદીપ કોહલી : ટીવી સીરીયલ ‘સંજીવની’ માં પતિ-પત્નીનો રોલ નિભાવતી વખતે અભિનેતા પુંજ અને અભિનેત્રી ગુરદીપ કોહલીને પ્રેમ થઇ ગયો હતો. બંનેએ એક-બીજાને ઘણા લાંબા સમય સુધી ડેટ કર્યા પછી વર્ષ 2006માં લગ્ન કર્યા. અર્જુન 34 અને ગુરદીપ 36 વર્ષની છે. ભલે કપલની ઉંમર વચ્ચે 2 વર્ષનો ગેપ હોય, પરંતુ બંનેની મિત્રતા કમાલની છે.

બખ્તિયાર ઈરાની અને તનાજ ઈરાની : ટીવી સ્ટાર બખ્તિયાર ઈરાની અને તનાજ ઈરાનીએ વર્ષ 2007માં લગ્ન કર્યા. તનાજની બખ્તિયાર સાથે આ બીજા લગ્ન હતા અને તેણે પેહલા તનાજે ફરીદ કરીમ સાથે લગ્ન કર્યા હતા. તનાજની ઉંમર 44 વર્ષ છે અને બખ્તિયાર 37 વર્ષના છે. કપલની ઉંમર વચ્ચે 7 વર્ષનું અંતર છે. એક ઇન્ટરવ્યુંમાં તનાજે તે અંગે વાત કરતા જણાવ્યું હતું, ’અમે એક બીજાને લઈને ગંભીર છીએ. હું માનું છું કે તે મારાથી નાના છે અને મારા છૂટાછેડા થયા છે અને મારી એક 13 વર્ષની દીકરી પણ છે. પરંતુ તેનો અર્થ એ નથી કે હું ફરીથી મારું જીવન નથી જીવી શકતી, હવે મારી પાસે ખુશ રહેવાનું એક કારણ છે.’

કરણવીર બોહરા અને ટીજે સિદ્ધુ : ટીવીના સૌથી હોટ સ્ટાર્સ માંથી એક કરણવીર બોહરાએ પણ તેનાથી 2 વર્ષ મોટી છોકરી સાથે લગ્ન કર્યા છે. કરણવીર બોહરા અને અભિનેત્રી ટીજે સિદ્ધુને એક બીજા સાથે પ્રેમ થઇ ગયો હતો અને વર્ષ 2006માં બેંગ્લોરમાં કપલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા. ફેંસને બંનેની જોડી ઘણી ગમે છે અને સોશિયલ મીડિયા ઉપર કરણવીર તેની વાઈફ ટીજે અને તેની દીકરીઓ સાથે હંમેશા ફોટા શેર કરતા રહે છે, જેને ફેંસ ઘણા પસંદ કરે છે.

મોહિત સહગલ અને સનાયા ઈરાની : ટીવી અભિનેત્રી સનાયા ઈરાની અને અભિનેતા મોહિત સહગલે એક બીજાને 7 વર્ષ ડેટ કર્યા પછી વર્ષ 2016માં ગોવામાં સુંદર ડેસ્ટીનેશન વેડીંગ કરી હતી. સનાયા અને મોહિતે તેના લગ્નમાં ઇન્ડસ્ટ્રીના મિત્રોને બોલાવ્યા હતા. મોહિત 31 વર્ષના છે અને સનાયા 33 વર્ષની છે, પરંતુ આ અંતરથી બંનેને કાંઈ ફરક નથી પડતો અને તે કપલ નાના પડદાના સૌથી ક્યુટ કપલ કહેવામાં આવે છે.

જય ભાનુશાળી અને માહી વીજ : અભિનેતા જય ભાનુશાળી અને અભિનેત્રી માહી વીજની લવ લાઈફ પણ ઘણી રસપ્રદ છે. જય અને માહી એક કાર્ડ પાર્ટીમાં સામાન્ય મિત્ર દ્વારા મળ્યા હતા અને પછી એક બીજાના દોસ્ત બની ગયા હતા. ત્યાર પછી જય અને માહી વચ્ચે થયેલી દોસ્તી ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ ગઈ અને કપલે વર્ષ 2011માં ગુપ્ત રીતે લગ્ન કરી લીધા. જય ભાનુશાળી તેની પત્ની માહી વીજથી 2 વર્ષ નાની છે. હાલના સમયમાં કપલને એક દીકરી તારા જય ભાનુશાળી અને દત્તક લીધેલા બે બાળકો (દીકરો રાજવીર અને દીકરી ખુશી) પણ છે.

હર્ષ લીંબાચીયા અને ભારતી સિંહ : કોમેડિયન ભારતી સિંહ અને સ્ક્રીનરાઈટર હર્ષ લીંબાચિયા ટીવી ઇન્ડસ્ટ્રીનું જાણીતું કપલ છે. 9 વર્ષ એક બીજાને ડેટ કર્યા પછી હર્ષ અને ભારતીએ વર્ષ 2017માં ગોવામાં લગ્ન કર્યા. હર્ષ અને ભારતી એક કોમેડી શોના સેટ ઉપર મળ્યા હતા, અને ત્યાંથી બંને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો. ભારતી 33 વર્ષની છે અને હર્ષની ઉંમર 30 વર્ષ છે, બંને વચ્ચે 3 વર્ષનું અંતર છે પરંતુ બંને ક્યુટ કપલે શો ઉપર જ પોતાના પ્રેમનો સ્વીકાર કર્યો છે.

ટીવી કલાકારોની જોડીઓ જાણ્યા પછી આ પંક્તિ એકદમ ફીટ બેસે છે કે ઉંમર માત્ર એક નંબર છે. જો તમે પ્રેમમાં છો તો ઉંમર, રંગ અને ધર્મથી કાંઈ ફરક નહિ પડે અને તે વાતને ટીવી સ્ટાર્સે સાબિત કર્યું છે. તો તમને અમારી આ સ્ટોરી કેવી લાગી? અમને કમેન્ટ કરીને જરૂર જણાવશો, સાથે જ અમારા માટે કોઈ સલાહ હોય તો જરૂર આપો.

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.