ફેંગશુઈ ટિપ્સ : ધન-સમૃદ્ધિમાં વૃદ્ધિ માટે અપનાવી જુઓ ફેંગશુઈના આ અચૂક ઉપાય

0
347

આ ટચુકડા ઉપાય કરવાથી ધન-સમૃદ્ધિમાં થાય છે વધારો, ઘરમાં થશે સકારાત્મક ઉર્જાની વૃદ્ધિ. ઘરમાં શાંતિ-સમૃદ્ધિ માટે લોકો ઘણા પ્રકારના ઉપાય કરે છે. પણ ઘણી વાર તેનાથી પણ સફળતા નથી મળતી. પણ શું તમે જાણો છો કે ફેંગશુઈ ટિપ્સ દ્વારા તમે જીવનમાં સુખ અને શાંતિ લાવી શકે છે. ચીની શાસ્ત્રને ફેંગશુઈ શાસ્ત્ર કહે છે. તે વાસ્તુ શાસ્ત્ર જેવું જ હોય છે. જેના દ્વારા તમે ઘરના વાસ્તુ દોષને ખતમ કરી ઘરમાં સકારાત્મક ઉર્જા લાવી શકો છો. જાણો એવી ફેંગશુઈ ટિપ્સ વિષે જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે.

1. ફેંગશુઈ અનુસાર, સૌભાગ્યની પ્રાપ્તિ માટે ઘરના માછલીઘરમાં 8 ગોલ્ડ ફિશ અને કાળા રંગની માછલી રાખવી જોઈએ. જોકે માછલીઘરને હંમેશા ડ્રોઈંગ રૂપમાં જ રાખવું જોઈએ.

2. ચીની શાસ્ત્ર ફેંગશુઈમાં ડ્રેગનને સમૃદ્ધિનો કારક જણાવવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે ઘરની પૂર્વ દિશામાં ડ્રેગન રાખવાથી પ્રગતિની સાથે ધનની પ્રાપ્તિ થાય છે. માનવામાં આવે છે કે ડ્રેગનથી નકારાત્મકતા ખતમ થાય છે.

3. ફેંગશુઈ અનુસાર, ઘરમાં કાચબો રાખવાથી સફળતા અને ખુશહાલી આવે છે. કહેવામાં આવે છે કે, કાચબો ઘર અથવા ઓફિસની ઉત્તર દિશામાં રાખી શકો છો. ફેંગશુઈ શાસ્ત્ર અનુસાર, કાચબો લોખંડ સિવાય અન્ય કોઈ પણ ધાતુનો બનેલો હોવો જોઈએ.

4. લાફિંગ બુદ્ધાને આર્થિક સફળતાના પ્રતીક માનવામાં આવે છે. ફેંગશુઈ શાસ્ત્ર અનુસાર, ઘર અથવા ઓફિસની ઉત્તર દિશામાં લાફિંગ બુદ્ધા રાખવાથી આર્થિક સ્થિતિ ઉત્તમ થઈ જાય છે.

5. ફેંગશુઈ શાસ્ત્રમાં ત્રણ પગવાળો દેડકો ઘણો શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે ઘર અથવા ઓફિસની ઉત્તર દિશામાં અથવા મુખ્ય દ્વાર પર તેને લગાવવાથી ધન અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે. તેની સાથે જ પ્રગતિના રસ્તા ખુલી જાય છે.

(આ આર્ટિકલમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે એ દાવો નથી કરતા કે, તે સંપૂર્ણ સત્ય અને ચોક્કસ છે. તેને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)