જાણો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શું છે અને વર્ષના 12 રૂપિયા પ્રીમિયમ પર કઈ રીતે લઇ શકો છો તેનો લાભ.

0
323
insurance
imagae source google

વર્ષે ફક્ત 12 રૂપિયા ચૂકવીને કરાવી શકો છો વીમો, જાણો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના વિષે વિસ્તારથી. કેન્દ્ર સરકાર દ્વારા વડા પ્રધાન સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનામાં, વીમા ધારકને વાર્ષિક 12 રૂપિયાના પ્રીમિયમ પર 2 લાખ સુધીનો વીમો મળે છે. મે મહિનામાં પ્રીમિયમ ચૂકવવું પડે છે.

કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગને વીમા યોજનાનો લાભ આપવા વડા પ્રધાન સુરક્ષા વીમા યોજના (પીએમએસબીવાય) ની શરૂઆત કરવામાં આવી છે. આ યોજનામાં, વીમા ધારક પાસેથી મામુલી પ્રીમિયમ લેવામાં આવે છે. આ યોજના હેઠળનું વાર્ષિક પ્રીમિયમ ફક્ત 12 રૂપિયા છે. મતલબ કે દર મહિને માત્ર 1 રૂપિયો. આ પ્રીમિયમ મે મહિનામાં ચૂકવવું પડે છે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શું છે? પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના એક પ્રકારની અકસ્માત પોલીસી છે. જો કોઈનું અકસ્માત દરમિયાન મૃત્યુ થઇ જાય અથવા અપંગ બને, તો વીમા રકમનો દાવો કરી શકાય છે. આમાં 2 લાખ રૂપિયા સુધીનો વીમો છે અને આ માટે માત્ર વાર્ષિક 12 રૂપિયા ચૂકવવા પડે છે.

યોજનામાં 2 લાખ રૂપિયા સુધીનો વીમો છે : આ યોજનાનો સમયગાળો એક વર્ષનો છે. આ ચૂકવણી મે મહિનામાં કરવાની રહેશે. આ યોજના હેઠળ નોંધણી કરવા માટે, નજીકની કોઈપણ બેંકમાં જઈને અરજી કરી શકાય છે. આમાં મે મહિનામાં યોજના સાથે જોડાયેલા બેંક ખાતામાંથી રકમ કાપવામાં આવે છે. દર વર્ષે તેને રીન્યુ કરાવી પડે છે. અકસ્માતને કારણે મૃત્યુની સ્થિતિમાં અથવા સંપૂર્ણ રીતે અપંગ થવાની સ્થિતિમાં, આ યોજના હેઠળ રૂ. 2 લાખ અને આંશિક અપંગતા માટે 1 લાખ રૂપિયાનો વીમો આપવામાં આવે છે.

મે મહિનામાં પોલિસી પ્રીમિયમ કાપવામાં આવે છે : 18-70 વર્ષની વયના લોકો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ મેળવી શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે, એક બેંક ખાતું હોવું જોઈએ, જે આ યોજના સાથે જોડવામાં આવે છે. આ ખાતામાંથી પ્રીમિયમ રકમ કાપવામાં આવે છે. જો એકાઉન્ટમાં બેલેન્સ ના હોય તો આ પોલીસી કેન્સલ થઇ જાય છે. આ સિવાય, બેન્ક ખાતું બંધ થાય ત્યારે પણ આ પોલીસી કેન્સલ થાય છે. તેથી, બેંક ખાતું ચાલુ રાખવું અને તેમાં બેલેન્સ રાખવું જરૂરી હોય છે.

આ માહિતી એબીપીલાઇવ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.