શા માટે વ્હેલની ઉલ્ટી સોના કરતા વધારે કિંમતી હોય છે? જાણો તેનું કારણ, કિસ્મત બદલી જાય છે એનાથી.

0
304

સોના કરતા વધારે કિંમતી હોય છે વ્હેલની ઉલ્ટી, જેને મળી જાય તેનું કિસ્મત ખુલી જાય છે. કેટલીકવાર કેટલાક લોકોના હાથમાં કંઈક એવું આવી જાય છે કે જેનાથી તેઓ એક જ ઝટકામાં ધનવાન બની જાય છે. તાઇવાનના એક માણસ સાથે પણ આવું જ કંઈક થયું છે. એક સુમસામ ટાપુ પર ફરતા તે માણસે છાણ જેવી કડક અને સૂકી વસ્તુ જોઈ, તેમાંથી એક જાતની સરસ સુગંધ આવી રહી હતી.

આ સુગંધથી આકર્ષિત થઈને તે કોઈક રીતે તેને તેની સાથે ઘરે લાવ્યો. તે વ્યક્તિને ખ્યાલ નહોતો કે આ સુગંધ ફેલાવતો કઠણ કચરો શું છે? ખૂબ સંશોધન અને તપાસ બાદ જાણવા મળ્યું કે તેના હાથમાં 4 કિલો ગાયના છાણ જેવો લાગતો ખજાનો આવી ગયો છે, જે 2,10,000 ડોલર એટલે કે 1.5 કરોડ રૂપિયામાં વેચાયો છે.

ખરેખર, તે છાણ જેવો લાગતો પથ્થર વ્હેલની ઉલટી હતી. થોડા દિવસો પહેલા તાઇવાનની ન્યૂઝ સાઈટે પણ આ ઘટના અંગે એક અહેવાલ પ્રકાશિત કર્યો છે. શું તમે જાણો છો કે વ્હેલ માછલીની ઉલટી સોના કરતા વધુ કિંમતમાં વેચાય છે. ચાલો જાણીએ આનું કારણ…

source google

ઘણા વૈજ્ઞાનિકો વ્હેલના શરીરમાંથી નીકળતા આ કચરાને વ્હેલની ઉલટી જણાવે છે, અને ઘણા તેને મળ કહે છે. ઘણી વખત આ પદાર્થ ગુદામાર્ગ દ્વારા બહાર આવે છે, પરંતુ કેટલીકવાર વ્હેલ જ્યારે આ પદાર્થ મોટો હોય તો તેને મોઢા માંથી બહાર કાઢે છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને એમ્બર્ગ્રીસ કહેવામાં આવે છે. વ્હેલના આંતરડામાંથી નીકળતા એમ્બરગ્રિસ કાળા અથવા ભૂખરા રંગનો નક્કર, મીણ જેવો જ્વલનશીલ પદાર્થ છે. આ પદાર્થ તેના શરીરની અંદર તેનું રક્ષણ કરે છે.

વ્હેલ સામાન્ય રીતે દરિયા કિનારેથી ઘણું વધુ અંતર રાખીને રહે છે. આવી સ્થિતિમાં, એમ્બર્ગ્રિસને તેમના શરીરમાંથી બહાર આવ્યા પછી સમુદ્ર કિનારા સુધી આવવામાં ઘણા વર્ષોનો સમય લાગે છે. જણાવી દઈએ કે સમુદ્રના ખરા પાણી અને સૂર્યપ્રકાશને લીધે, આ કચરો ખડક જેવા ચીકણો, ભૂરા ગઠ્ઠામાં ફેરવાય છે, જે મીણ જેવું લાગે છે.

અંબરગ્રિસનો ઉપયોગ અત્તર બનાવવા માટે થાય છે. આને કારણે તે ખૂબ કિંમતી છે. એમ્બર્ગ્રિસમાંથી બનાવેલ પરફ્યુમ લાંબા સમય સુધી રહે છે. ઘણા વૈજ્ઞાનિકો એમ્બર્ગ્રિસને તરતું સોનું પણ કહે છે. ત્યાં વાળી તેના વજન વિશે વાત કરીએ તો, તે 15 ગ્રામથી 50 કિલોગ્રામ સુધીનું હોઈ શકે છે.

એમ્બર્ગ્રિસથી બનેલા પરફ્યુમનો ઉપયોગ વિશ્વના ઘણા વિસ્તારોમાં થાય છે. પ્રાચીન ઇજિપ્તવાસીઓએ એમ્બ્રેસિસમાંથી અગરબત્તી અને ધૂપ બનાવતા હતા. યુરોપમાં અંધકાર યુગ દરમિયાન, લોકો માનતા હતા કે એમ્બર્ગ્રિસનો ટુકડો સાથે રાખવાથી પ્લેગને રોકવામાં મદદ મળી શકે છે. કારણ કે એમ્બર્ગ્રિસની સુગંધ હવાની ગંધને ઢાંકી દે છે, જે પ્લેગનું કારણ છે એવું માનવામાં આવે છે.

આ માહિતી અમરઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.