ભગવાન શ્રી રામની બહેન હતી શાંતા.

0
578

ભગવાન શ્રી રામના 3 ભાઈ સિવાય તેમની બહેન પણ હતી, જાણો કોણ છે તેમની બહેન. રામાયણ અને મહાભારત મહાકાવ્યના રૂપમાં ભારતીય સાહિત્યનો મહત્વનો વરસો તો છે જ, સાથે જ હિંદુ ધર્મને માનવાવાળાની આસ્થાની ગણતરીથી પણ તે બંને ગ્રંથ ઘણા મહત્વના છે. સામાન્ય લોકમાનસ ઉપર તેની અસરનો અંદાજ તે વાત ઉપરથી લગાવવામાં આવી શકે છે કે, એકલા રામાયણના જ ક્ષેત્ર અને ભાષાના આધાર ઉપર 300 થી વધુ સંસ્કરણ મળે છે. દરેક કથા મૂળ તો એક સરખી લાગે છે, પરંતુ તેમાં થોડા રસપ્રદ અને ભિન્નતાવાળા કિસ્સા પણ મળી આવે છે.

હજુ સુધી તમે જે રામાયણથી પરિચિત છો, તેમાં લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના રૂપમાં ભગવાન શ્રીરામના ત્રણ ભાઈઓ વિષે જાણકારી મળે છે. રામનો વનવાસ અને સીતા હરણથી લઈને રાવણના વધ, અયોધ્યા પાછા ફરવા અને ગર્ભવતી સીતાના ત્યાગની કથા પણ મળે છે. લવ-કુશની કથા પણ તેનો જ ભાગ છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ભગવાન રામની કોઈ બહેન પણ હતી. કદાચ નહિ સાંભળ્યું હોય પરંતુ તે સાચું છે. આવો તમને જણાવીએ કોણ હતી ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નની બહેન.

પ્રભુ શ્રીરામની બહેન શાંતાની સ્ટોરી : દક્ષીણ ભારતમાં પ્રચલિત રામાયણ કથા મુજબ ભગવાન શ્રીરામને એક મોટી બહેન પણ હતી જેનું નામ શાંતા હતું. શાંતા વિષે પણ ઘણી કથા મળે છે, જેમાંથી અમુક આ મુજબ છે. એક કથા અનુસાર રાવણને તેના પિતામહ બ્રહ્મા પાસેથી જાણવા મળ્યું કે, તેનું મૃત્યુ કૌશલ્યા અને દશરથને ત્યાં જન્મેલા બાળકના હાથે થશે એટલા માટે રાવણે કૌશલ્યાને લગ્ન પહેલા જ મારી નાખવાની યોજના બનાવી.

lord rama

તેણે કૌશલ્યાનું અપહરણ કરાવી તેને એક ડબ્બામાં બંધ કરી સરયુ નદીમાં વહાવી દીધી. પણ વિધાતા પણ પોતાની રમત રમી રહ્યા હતા. દશરથ શિકાર કરીને પાછા ફરી રહ્યા હતા, અને તેમની નજર રાવણે મોકલેલા રાક્ષસોના આ કૃત્ય ઉપર પડી ગઈ, પરંતુ જ્યાં સુધી દશરથ ત્યાં પહોંચે ત્યાં સુધીમાં તો તે માયાવી રાક્ષસ પોતાનું કામ કરીને જઈ ચુક્યા હતાં. રાજા દશરથ એ વાત જાણતા ન હતા કે ડબ્બામાં કૌશલ નરેશની પુત્રી કૌશલ્યા છે, તેમને તો એવો આભાસ હતો કે કોઈનો જીવ જોખમમાં છે.

રાજા દશરથ વિચાર્યા વગર જ નદીમાં કુદી ગયા અને ડબ્બાની શોધમાં લાગી ગયા. શિકારને કારણે અને નદીમાં તરવાને કારણે જ તે ઘણા થાકી ગયા હતા, આથી તેમનો પોતાના જીવ સંકટમાં મુકાઇ ગયો. ત્યારબાદ જટાયુએ તેમને ડૂબતા બચાવી લીધા અને ડબ્બાને શોધવામાં તેમની મદદ કરી. તે ડબ્બામાં બંધ મૂર્છિત કૌશલ્યાને જોઇને તેમના આનંદનો પાર ન રહ્યો. પછી દેવર્ષિ નારદે કૌશલ્ય અને દશરથના ગાંધર્વ લગ્ન પૂર્ણ કરાવ્યા.

તેમના લગ્નના થોડો સમય પછી તેમને ત્યાં એક કન્યાએ જન્મ લીધો, પરંતુ તે કન્યા દિવ્યાંગ હતી. ઘણા ઉપચાર કરવા છતાં પણ તે સાજી ન થઈ. પછી ખબર પડી કે તેનું કારણ રાજા દશરથ અને કૌશલ્યનું એક જ ગૌત્ર હતું. તેના કારણે એવું સમાધાન નીકળ્યું કે, કન્યાના માતા પિતા બદલી દેવામાં આવે એટલે કોઈ તેને પોતાની દત્તક પુત્રી બનાવી લે તો તેના સાજા થવાની સંભાવના છે. તેવામાં અંગદેશના રાજા રોમપાદ અને વર્ષીણીએ શાંતાને પોતાની પુત્રી તરીકે સ્વીકારી લીધી, અને તે સાજી થઇ ગઈ. યુવાન થયા પછી રૂંગ ઋષિ સાથે શાંતાના લગ્ન કરાવવામાં આવ્યા.

એક બીજી કથા મુજબ રાજા કૌશલ્યની એક બહેન હતી વર્ષીણી, જેના લગ્ન રોમપાદ સાથે થયા હતા. પરંતુ તેમને ત્યાં કોઈ સંતાન ન હતું. રાજા દશરથ અને કૌશલ્યાની એક પુત્રી હતી. જેનું નામ શાંતા હતું અને તે ઘણી જ ગુણવાન અને દરેક કલામાં નિપુણ હતી. એ વખતે રાજા રોમપાદ અને વર્ષીણી રાજા દશરથને ત્યાં આવ્યા હતા. વર્ષીણીએ હસતા હસતા કહી દીધું કે, જો મારે પણ શાંતા જેવી દીકરી હોત તો… બસ એ સાંભળીને રાજા દશરથ તેમને શાંતાને દત્તક આપવાનું વચન આપી બેઠા. આ રીતે શાંતા અંગદેશની રાજકુમારી બની ગઈ.

dashrath daughter Shanta

રાજા રોમપાદને શાંતા સાથે ઘણો સ્નેહ થઇ ગયો. એકવાર તે પોતાની પુત્રી સાથે વાતો કરતા રહ્યા અને તેમના દ્વાર પર આવેલા બ્રાહ્મણ ખાલી હાથે પાછા જતા રહ્યા. તે બ્રાહ્મણ ઇન્દ્ર દેવના ભક્ત હતા. પોતાના ભક્તના અનાદરથી ઇન્દ્ર દેવ કુપિત થઇ ગયા અને અંગદેશમાં દુષ્કાળની સ્થિતિ ઉભી થઇ ગઈ. ત્યારે રાજાએ વિભંડક ઋષિના પુત્ર રૂંગ ઋષિને યજ્ઞ કરાવવા માટે બોલાવ્યા, અને યજ્ઞના ફળ સ્વરૂપે ખુબ વરસાદ થયો અને રાજ્ય ધન-ધન્યથી ફાલવા ફૂલવા લાગ્યું. તેવામાં રાજા રોમપાદ અને વર્ષીણીએ પોતાની પુત્રીના લગ્ન રૂંગ ઋષિ સાથે કરાવી દીધા.

એક બીજી લોકકથા મુજબ તેવું પણ માનવામાં આવે છે કે, જયારે શાંતાનો જન્મ થયો તો અયોધ્યામાં 12 વર્ષ સુધી આકરો દુષ્કાળ પડ્યો. રાજાને સલાહ આપવામાં આવી કે તેની પુત્રી શાંતાને કારણે જ આ દુષ્કાળ પડ્યો છે. તેવામાં રાજા દશરથે નિઃસંતાન વર્ષીણીને પોતાની પુત્રી શાંતા દાનમાં આપી દીધી. ત્યાર પછી અયોધ્યા દુષ્કાળગ્રસ્ત ન થઇ જાય તે ડરથી શાંતાને ક્યારે અયોધ્યા પાછી બોલાવી પણ ન હતી.

એક બીજી લોકકથા મળે છે જેમાં તેવું જણાવવામાં આવે છે કે, રાજા દશરથે શાંતાને માત્ર એટલા માટે દત્તક આપી હતી કેમકે તે છોકરી હતી અને રાજ્યની ઉત્તરાધિકારી બની શકતી ન હતી. અમુક કથાઓમાં ભગવાન રામને બે બહેનો હોવાનું વર્ણન પણ છે, જેમાં એકનું નામ શાંતા તો એકનું કૂતની જણાવવામાં આવ્યું છે.

શાંતાના કહેવાથી પુત્રકામેષ્ઠી યજ્ઞ માટે માન્યા રૂંગ ઋષિ : એ તો બધા જાણે છે કે રાજા દશરથને ભગવાન રામ સહીત ચારે પુત્રોની પ્રાપ્તિ કેવી રીતે થઇ. આમ તો તેના માટે તેમણે પુત્રકામેષ્ઠી યજ્ઞ કરાવ્યો હતો, તેમાં પ્રાપ્ત થયેલી ખીરને તેમણે પોતાની પત્ની કૌશલ્યાને આપી. કૌશલ્યાએ તેનો અડધો ભાગ રાજાની બીજી પત્ની કૈકેયીને અને પછી કૌશલ્યા અને કૈકેયીને પોતાના ભાગમાંથી અડધો અડધો ભાગ રાજા દશરથની ત્રીજી પત્ની સુમિત્રાને આપ્યો. આ રીતે કૌશલ્યાએ મોટા પુત્રના રૂપમાં ભગવાન રામને જન્મ આપ્યો, કૈકેયી ભરતને તો સુમિત્રાએ લક્ષ્મણ અને શત્રુઘ્નને જન્મ આપ્યો. હવે વાત આવે છે તે યજ્ઞ કર્યો કોણે હતો.

ram sister

આમ તો આ યજ્ઞ કરવાવાળા કોઈ બીજા નહિ પરંતુ રાજા દશરથના જમાઈ રૂંગ ઋષિ હતા. આમ તો શાંતાને દત્તક લેવામાં આવી હતી અને હવે રાજા દશરથને ત્યાં કોઈ સંતાન ન હતું. તેવામાં તેમને પુત્રકામેષ્ઠી યજ્ઞ કરાવવાની ભલામણ કરવામાં આવી. પરંતુ જે કોઈ પણ પુત્રકામેષ્ઠી યજ્ઞ કરે તેણે પોતાના આખા જીવનની તપસ્યાની આહુતિ આ યજ્ઞમાં આપવાની હતી, એટલા માટે કોઈ પણ આ યજ્ઞ કરવા માટે તૈયાર ન થયા. તેવામાં રાજા દશરથે પોતાના જમાઈ રૂંગ ઋષિને પુત્રકામેષ્ઠી યજ્ઞનો અનુરોઘ કર્યો પરંતુ રૂંગ ઋષિએ તેના માટે ના કહી દીધી.

ત્યાર પછી શાંતાએ પોતાના પતિને યજ્ઞ માટે રાજી કર્યા. કહેવામાં આવે છે કે યજ્ઞના બદલામાં રાજા દશરથે રૂંગ ઋષિના તેમના કુટુંબનું ભરણ-પોષણ માટે ઘણું બધું ધન આપ્યું. આમ તો તે તપસ્યા કરવા માટે હિમાલય તરફ જતા રહ્યા. માન્યતા તો એ પણ છે કે રૂંગ ઋષિ અને શાંતાનો વંશ આગળ જઈને સેંગર રાજપૂત બન્યું જેને રૂંગવશી રાજપૂત પણ કહેવામાં આવે છે.

આ માહિતી એસ્ટ્રોયોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.