આ વાસ્તુ હિસાબે બનાવો ઘરમાં મંદિર, સુખ-સમૃદ્ધિ અને ખુશીઓના ખુલશે દ્વાર.

0
362

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘર મંદિર બનાવવાથી ખુલે છે સુખ-સમૃદ્ધિ અને ખુશીઓના દ્વાર. વાસ્તુ શાસ્ત્રમાં ઘરના દરેક ભાગ માટે અમુક વિશેષ નિયમ અને દિશાઓ નક્કી કરવામાં આવી છે. સુખ-સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે રસોડું, વાંચન કક્ષ અને બેડરૂમથી લઈને પૂજાઘર સુધી ઘરના દરેક ભાગને વાસ્તુ પ્રમાણે બનાવવાનું કહેવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો કોઈના ઘરમાં પૂજા ઘર ખોટી જગ્યા પર છે, તો તેના વિપરીત પ્રભાવ જોવા મળે છે. વ્યક્તિએ કોઈને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે.

ઘર મંદિરનું વાસ્તુ : જો તમે ઘર મંદિર બનાવી રહ્યા છો, અથવા જુના મંદિરને જ રિનોવેટ કરી રહ્યા છો, તો વાસ્તુ એક્સપર્ટ ડો. આરતી દહિયાની આ વાસ્તુ ટિપ્સ જરૂર ધ્યાનમાં રાખો.

1. ઘર મંદિરને ક્યારેય પણ દાદરાની નીચે બનાવવું જોઈએ નહિ, દાદર નીચે મંદિર હોવાથી વ્યક્તિના જીવનમાં સતત મુશ્કેલીઓ આવતી રહે છે. કહેવામાં આવે છે કે, દાદરની નીચે મંદિર બનાવવાથી ઘરમાં કારણ વગર ક્લેશ ઉભા થાય છે. પરિવારના સભ્યોએ માનસિક અશાંતિનો સામનો કરવો પડે છે. તેના સિવાય ધનનું નુકશાન પણ થતું રહે છે.

2. પૂજા ઘરને ક્યારેય પણ બેઝમેન્ટમાં નહિ બનાવવું જોઈએ, નહિ તો વ્યક્તિને પૂજાનું ફળ પ્રાપ્ત નથી થતું.

3. વાસ્તુ અનુસાર પૂજા ઘરમાં સફેદ અથવા ક્રીમ કલરનો જ ઉપયોગ કરવો જોઈએ.

4. બ્રહ્મા, વિષ્ણુ, શિવ, સૂર્ય, કાર્તિકેય, ગણપતિ અને દુર્ગા માં ની મૂર્તિઓનું મોં પશ્ચિમ દિશા તરફ હોવું જોઈએ. કુબેર અને ભૈરવનું મોં દક્ષિણ તરફ રાખો, અને હનુમાનજીનું મોં દક્ષિણ અથવા નૈઋત્વ તરફ હોવું જોઈએ.

5. પૂજા ઘર હંમેશા સ્વચ્છ જગ્યા પર હોવું જોઈએ અને નિયમિત રૂપથી તેની સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી હોય છે.

6. ઉત્તર અથવા પૂર્વ દિશામાં બેસીને પૂજા કરવાથી ધન પ્રાપ્તિની સાથે વ્યક્તિના જ્ઞાનમાં પણ વૃદ્ધિ થાય છે, અને ઘણા અન્ય પ્રકારના ચમત્કારી લાભ મળે છે.

7. પૂજા ઘરમાં શંખ રાખવું શુભ માનવામાં આવે છે. એવું કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓ ખતમ કરી વાતાવરણને શુદ્ધ કરી શકાય છે.

8. પૂજા ઘરમાં ક્યારેય પણ ખંડિત મૂર્તિઓ રાખવી નહિ. ખંડિત મૂર્તિઓ ઘરમાં નકારાત્મક ઉર્જાને વધારે છે.

9. પૂજા સ્થળ પર ભગવાનને અર્પણ કરેલા ફૂલ અને હાર રોજ બદલવા જોઈએ. ક્યારેય પણ સૂકા ફૂલ પૂજા ઘરમાં રાખવા જોઈએ નહિ, નહિ તો ઘરની ઉર્જા ઓછી થવા લાગે છે. જો તમે કુત્રિમ વસ્તુઓનો હાર ફોટા પર ચડાવો છો, તો તેને રોજ સાફ કરવો જોઈએ.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.