વોટ્સઅપની ટોપ 5 કામની ટીપ્સ અને ટ્રીક્સ, જે જાણવી તમારા માટે જરૂરી છે

0
299

વોટ્સઅપની આ ટોપ 5 ટિપ્સ અને ટ્રિક્સ અપનાવીને તમે પણ થઇ જશો ફાસ્ટ અને એડવાન્સ. આ છે વોટ્સઅપની થોડી યુઝફૂલ અને સિક્રેટ સેટિંગ ટ્રીક્સ અને ટીપ્સ. તેનાથી તમારું કામ ઘણું સરળ થઇ જશે.

આજકાલ ઈંસ્ટેન્ટ મેસેજિંગ એક વોટ્સઅપનો ઉપયોગ આપણે બધા કરીએ છીએ. દુનિયાના લગભગ 180 દેશોમાં 1.5 બિલીયન લોકો એક્ટીવ રીતે વોટ્સઅપનો ઉપયોગ કરે છે. લોકોનો ઉપયોગ અને સગવડતાને ધ્યાનમાં રાખતા વોટ્સઅપ આજના દિવસે નવા ફીચર્સ જોડે છે, જેથી લોકો આ એપને વધુમાં વધુ સરળતાથી ઉપયોગ કરી શકે.

વોટ્સઅપ પોતાના સેટિંગમાં થોડા-થોડા ફેરફાર કરતા રહે છે પરંતુ આ ટીપ્સ અને ટ્રીક્સને દરેક નથી જાણતા. આજે અમે તમને વોટ્સઅપ સાથે જોડાયેલી એવી મજાની ટ્રીક્સ જણાવી રહ્યા છીએ. જેથી તમારું જીવન ઘણું સરળ બની જશે અને તમને તે જાણીને મજા આવશે, આવો જાણીએ

મેસેજને અનરીડ માર્ક કરવા : ઘણી વખત તમે એટલા વ્યસ્ત હો છો કે લોકોના મેસેજના જવાબ નથી આપી શકતા. પરંતુ જેમણે તમને મેસેજ મોકલ્યો છે, તે તમને રીડ કર્યા પછી રીપ્લાઈની રાહ જોઈને બેસી રહે છે. ઘણી વખત મેસેજ ન કરવા કે ભૂલી જવાથી લોકો નારાજ પણ થઇ જાય છે. એટલા માટે તમે ધારો તો તમારા કોન્ટેક્ટથી કોઈ પણ નંબર ઉપર અનરીડ કરી શકો છો. તેમાં તમે તેના મેસેજ વાચ્યા વગર અનરીડ કરી શકો છો અને પાછળથી તેનો રીપ્લાઈ આપી શકો છો. તેનાથી સેટિંગથી તમારા અનરીડ વાળા કોન્ટેક્ટ ઉપર એક નિશાન બની જશે. જેથી તે તમારા માટે પાછળથી રીમાઇન્ડર તરીકે કામ કરશે.

તેના માટે તમારે તમારા એંડ્રોઇડ ફોનમાં તે ચેટને દબાવી રાખવાની છે, જેને તમે અનરીડ કરવા માગો છો. રાઈટ સાઈડમાં તમને એક માર્ક અનરીડનું ઓપ્શન જોવા મળશે. IOS ઉપર તમારે ચેટને રાઈટ સાઈટ સ્વાઈપ કરવું પડશે અને અનરીડ આઈકન ઉપર ટેપ કરવાનું રહેશે.

ફોન ટચ કર્યા વગર વોટ્સઅપ મેસેજ વાચો અને રીપ્લાઈ કરો : તમને લાગી રહ્યું હશે કે એવું કેવી રીતે શક્ય છે કે ફોનને સ્પર્શ કર્યા વગર તમે તમારા વોટ્સઅપ મેસેજ વાચી લો અને રીપ્લાઈ પણ કરી દો. આમ તો આ કોઈ એટલું મુશ્કેલ કામ નથી બસ તમારા ફોનને ટાઈપ કે ટચ માટે મેસેજ વાચ્યા વગર કે મોકલવા માટે તમે સીરી કે ગુગલ અસીસ્ટેન્ટની મદદ લઇ શકો છો. તમારે આ વર્ચુઅલ આસીસ્ટેન્ટને તમારો મેસેજ બતાવવાનો છે અને સ્પર્શ કર્યા વગર તમારો મેસેજ પહોચી જશે.

વોટ્સઅપમાં ફોન્ટ કેવી રીતે બદલવા : જો તમે વોટ્સઅપના કોઈ જુના ફોન્ટથી કંટાળી ગયા છો અને કોઈ નવો અનુભવ કરવા માગો છો કે કોઈ શબ્દને બોલ્ડ અક્ષરોમાં લખવા માગો છો, તો તે ઘણું સરળ કામ છે. તમે તમારા મેસેજમાં જે શબ્દ આગળ અને પાછળ સ્ટાર લગાવી દેશો તે શબ્દ મોકલવા વાળાને બોલ્ડ ફોન્ટમાં જોવા મળશે, અને તમારા ઈટેલીક ફોન્ટનો પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે તમારે કોઈ પણ શબ્દની આગળ અને પાછળ અંડર સ્કોરની સાઈન લગાવવી પડશે. તમારા મેસેજના ફોન્ટ બદલાઈ જશે.

જાણો ક્યા નંબરથી સ્ટોરેજ ફૂલ થઇ રહ્યું છે : જો તમારા વોટ્સઅપથી ફોનનું સ્ટોરેજ વારંવાર ફૂલ થઇ જાય છે તો તેના માટે તમે એ જાણી લો કે ક્યા વોટ્સઅપ નંબરથી તમારું સ્ટોરેજ જલ્દી ભરાઈ રહ્યું છે. તેના માટે તમારે તમારા ફોનમાં વોટ્સઅપ સેટિંગ ઉપર જવાનું છે. ત્યાં દેતા અને સ્ટોરેજ યુઝનું એક ઓપ્શન હશે. ત્યાં તમે તમારા વોટ્સઅપને લઈને યુઝ થતા ડેટા અને સ્પેસની ડીટેલ્સ જાણી શકો છો. તમારા સ્ટોરેજ યુસેજ ઉપર ટેપ કરવાનું છે અને તે કોન્ટેક્ટને સિલેક્ટ કરવાનું છે

એક મેસેજને બધાને ફોરવર્ડ કેવી રીતે કરવો : હવે વોટ્સઅપ ઉપર તમે એક જ મેસેજને 5 લોકોથી વધુને ફોરવર્ડ નથી કરી શકતા. પરંતુ તમે કોઈ તહેવાર ઉપર એક સાથે તમારા બધા કોન્ટેક્ટ નંબર ઉપર એક જ મેસેજ મોકલવા માગો છો તો તે ઘણું સરળ છે. IOS યુઝર્સે તેના માટે પોતાની સ્ક્રીનની જમણી તરફ બનેલા ત્રણ ડોટ્સ ઉપર ક્લિક કરવાની છે. ત્યાં તમને ન્યુ બ્રોડકાસ્ટનું એક ઓપ્શન મળશે. હવે તમે જે મેસેજ મોકલવા માગો છો મોકલી શકો છો. ખાસ વાત એ છે કે તેમાં તમારો મેસેજ ઓરીજીનલ છે કે ફોરવર્ડ વાળો છે, તેની પણ જાણ થઇ જાય છે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.