CNG વાળી કાર નો ફાયદા તો જાણતા હશો, શું તેના નુકશાન જાણો છો તમે?

0
380

CNG વાળી કાર નો ફાયદા તો ઘણા સાંભળ્યા હશે પરંતુ આજે જાણી લો તેનાથી જોડાયેલા આ નુક્શાનો. સીએનજી આજના સમયમાં ફયુલ તરીકે ઘણી વધુ સામાન્ય થઇ ગઈ છે. દેશમાં સીએનજીથી ચાલતી કારો તમને દરેક જગ્યાએ જોવા મળશે, કેમ કે તે પેટ્રોલ કે ડીઝલ જેવા ફયુલની સરખામણીમાં વધુ સુવિધાજનક રહે છે. સીએનજીના ફાયદા તો બધા જાણે છે, પરંતુ શું તેના નુકશાન વિષે તમને ખબર છે. જો તમે તેના નુકશાન નથી જાણતા તો આજે અને તમને તેના નુકશાનો વિષે જણાવી રહ્યા છીએ.

પરફોર્મેંસમાં ખામી : જયારે વાત પરફોર્મેસની આવે છે, તો સીએનજી કારો પેટ્રોલથી ચાલતી કારોની સરખામણીમાં પાછળ રહી જાય છે. સીએનજી એક નવીન ફયુલ છે, જે વાતાવરણને ઓછુ પદુષિત કરે છે, જયારે વાત પ્રદર્શનની થાય છે, તો તેમાં ઘણી ખામી રહી જાય છે. 3-4 વર્ષ જુની સીએનજી કાર સ્ટાર્ટ થતી વખતે પ્રદર્શનમાં ખામીના સંકેત આપે છે. વર્ષો વર્ષની ગણતરીએ એન્જીનનું પ્રદર્શન પણ 10 ટકા સુધી ઓછું થતું જાય છે. એક્સીલેરેશન પણ પેટ્રોલ કારોની સરખામણીમાં ઘણું ઓછું થાય છે.

જગ્યાની ખામી : સીએનજી માટે કારોમાં સીલીન્ડર માટે વધુ જગ્યાની જરૂર પડે છે, કેમ કે સીએનજી એક ગેસ છે અને ગેસ માટે વધુ જગ્યા જોઈએ. તેના લીધે કારોમાં પાછળ ગેસ સીલીન્ડર લાગેલો હોવાને કારણે જગ્યા ઓછી થઇ જાય છે. તેના કારણે જ સમાન ઓછો આવે છે.

સરળતાથી ઉપલબ્ધતા નથી : સીએનજીનો ઉપયોગ દેશના ઘણા રાજ્યોમાં પબ્લિક ટ્રાંસપોર્ટમાં કરવામાં આવી રહ્યો છે. આમ તો ઘણા રાજ્ય હજુ પણ સીએનજીમાં શિફ્ટ થવા માટે તૈયાર નથી. તે તેની ઉપલબ્ધતાને કારણે પણ બની રહ્યું છે. ઘણા શહેરોમાં સીએનજી નથી મળતું, જેના કારણે વપરાશકર્તા સીલીન્ડર ભરાવી શકતા નથી. તે એક કારણે છે કે સીએનજી બધા લોકોને પસંદ નથી આવતું.

એન્જીનમાં થાય તકલીફ : નવી ખરીદવામાં આવેલી કારને ચલાવતી વખતે સૌથી પહેલા તેને પેટ્રોલ ઉપર ચલાવવાની સલાહ આપવામાં આવે છે. પેટ્રોલ એક સરસ લુબ્રીકેંટ છે, જે એન્જીન અને બીજુ મોટર્સને ગરમ રાખે છે, જેથી શરુઆતમાં જ ઉત્તમ પરફોર્મેસ ચોક્કસ આપે છે. આમ તો ઘણી જૂની કારોના માલિક આ સીસ્ટમને ફોલો નથી કરતા, કેમ કે પેટ્રોલ થોડું મોંઘુ છે. તેનાથી એન્જીનમાં તકલીફ ઉભી થાય છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.